ગુજરાત ની ભૂગોળ

ભૂગોળ

ગીરનાર પર્વત
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાનેરાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છ નું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે.[૧૧] આ દરિયા કિનારો કચ્છના અખાત અનેખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.
ગુજરાતના ઉત્તર ભાગ માં અરાવલીની પર્વતમાળા આવેલી છે. આ અરાવલીની પર્વતમાળા ગુજરાત માં આબુ પાસેથી પ્રેવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મેહસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરાવલી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.
ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે. [૧૨]
પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની ૫ પવિત્ર પર્વતમાળામાં ની એક છે[૧૩]. તળાજા પર્વતમાળા બૌધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો પર્વત એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળા નો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષીણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.
નાસા દ્વારા લેવામાં આવેલી ગુજરાતની ઉપગ્રહ તસ્વીર

જિલ્લાઓ

ગુજરાતના જિલ્લાઓ
ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ ૨૬ જિલ્લાઓ આવેલ છે.
ગુજરાતના જિલ્લાઓ
જિલ્લા કોડજિલ્લાનું નામમુખ્યમથક (શહેર)ક્ષેત્રફળ (ચો.કિ.મી.)
AHઅમદાવાદઅમદાવાદ૮,૭૦૭
AMઅમરેલીઅમરેલી૬,૭૬૦
ANઆણંદઆણંદ૨,૯૪૨
BKબનાસકાંઠાપાલનપુર૧૨,૭૦૩
BRભરૂચભરૂચ૬,૫૨૪
BVભાવનગરભાવનગર૧૧,૧૫૫
DAદાહોદદાહોદ૩,૬૪૨
DGડાંગઆહવા૧,૭૬૪
GAગાંધીનગરગાંધીનગર૬૪૯
JAજામનગરજામનગર૧૪,૧૨૫
JUજૂનાગઢજૂનાગઢ૮,૮૩૯
KAકચ્છભુજ૪૫,૬૫૨
KHખેડાખેડા૪,૨૧૫
MAમહેસાણામહેસાણા૪,૩૮૬
NRનર્મદારાજપીપળા૨,૭૪૯
NVનવસારીનવસારી૨,૨૧૧
PAપાટણપાટણ૫,૭૩૮
PMપંચમહાલગોધરા૫,૨૧૯
POપોરબંદરપોરબંદર૨,૨૯૪
RAરાજકોટરાજકોટ૧૧,૨૦૩
SKસાબરકાંઠાહિંમતનગર૭,૩૯૦
SNસુરેન્દ્રનગરસુરેન્દ્રનગર૧૦,૪૮૯
STસુરતસુરત૭,૬૫૭
TAતાપીવ્યારા૩,૦૪૦
VDવડોદરાવડોદરા૭,૭૯૪
VLવલસાડવલસાડ૩,૦૩૪
ગુજરાતકુલ૧,૯૬,૦૨૪

શહેરો

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદગાંધીનગરઅમરેલી,વડોદરાસુરતરાજકોટભાવનગરજામનગરઆણંદનડીઆદ,પોરબંદરજૂનાગઢપાટણભુજભરૂચનવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદ નો સમાવેશ મેટ્રોપોલીટીન સીટી માં થાય છે[૧૪].

કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીતજામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બરડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું નાનું રણ,કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.
એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જિલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

નદીઓ

નર્મદા નદી ગુજરાત ની સૌથી મોટી નદી છે, તેમના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાત માં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્ય માંથી બે ભાગલા પાડે છે. નર્મદા , તાપી, મહી માત્ર આ ત્રણ નદી ઓ ભારતમાં પૂર્વ થી પશ્ચિમ માં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની રહી છે. નીચે ગુજરાતની નદીઓની યાદી આપી છે.
સરદાર સરોવર યોજના, ગુજરાત
સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના
  1. અંબિકા નદી
  2. આજી નદી
  3. ઊંડ નદી
  4. ઓઝત નદી
  5. ઓરસંગ નદી
  6. ઔરંગા નદી
  7. કનકાવતી નદી
  8. કરજણ નદી
  9. કાળુભાર નદી
  10. કીમ નદી
  11. ખારી નદી
  12. ઘી નદી
  13. ઘેલો નદી
  14. ઢાઢર નદી
  15. તાપી નદી
  16. દમણગંગા નદી
  17. ધાતરવડી નદી
  18. ધોળીયો નદી
  19. નર્મદા નદી
  1. નાગમતી નદી
  2. પાનમ નદી
  3. પાર નદી
  4. પુર્ણા નદી
  5. પુષ્પાવતી નદી
  6. ફાલ્કુ નદી
  7. ફુલઝર નદી
  8. બનાસ નદી
  9. બ્રાહ્મણી નદી
  10. ભાદર નદી
  11. ભાદર નદી
  12. ભુખી નદી
  13. ભોગાવો નદી
  14. મચ્છુ નદી
  15. મછુંદ્રી નદી
  16. મહી નદી
  17. મહોર નદી
  18. માઝમ નદી
  19. માલણ નદી
  1. મીંઢોળા નદી
  2. મેશ્વો નદી
  3. રંઘોળી નદી
  4. રાવણ નદી
  5. રુકમાવતી નદી
  6. રૂપેણ નદી
  7. વાત્રક નદી
  8. વિશ્વામિત્રી નદી
  9. શિંગવડો નદી
  10. શેઢી નદી
  11. શેત્રુંજી નદી
  12. સની નદી
  13. સરસ્વતી નદી
  14. સાબરમતી નદી
  15. સાસોઇ નદી
  16. સુકભાદર નદી
  17. હાથમતી નદી
  18. હિરણ નદી
  19. બનાસ નદી

No comments:

Post a Comment