ગુજરાત વિશે વિશેષ


વસતી

સને:૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.

રાજકારણ

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ) નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું.
૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. નરેન્દ્ર મોદી હિંદુત્વના સમર્થક નેતા છે. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું હતું પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ અને ત્યારથી તે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેઠેલા છે. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી છે. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૯ ની વિધાનસભા ની ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્‍યમંત્રી બન્‍યાં. [૧૫] ઇ.સ. ૧૯૬૦ માં વિભાજન થયા બાદ અત્યાર સુધી ગુજરાતમાં ૧૪ મુખ્‍યમંત્રી આવ્‍યા છે.

અર્થતંત્ર

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે[૧૬]. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસમગફળીખજૂરશેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પરભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દૂધસાગર ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસમગફળીખજૂરશેરડી, અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પન્નોમાં સિમેંટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે.[૧૭] કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે. [૧૮]
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝના માલિકીની જામનગર રિફાઈનરી એ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે.
હઝીરા ઈનડસ્ટ્રીઝ વિસ્તાર
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.

શૈક્ષિણક સંસ્થાનો

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ,અમદાવાદ
ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSHSEB) ના હવાલા માં આવે છે. જો કે, ગુજરાતમાંખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન(CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં 13 યુનિવર્સિટીઓ અને ચારકૃષિ યુનિવર્સિટીઓ છે.
અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ(IIM-A) મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.
વર્ષ ૨૦૦૮ માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી. આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. બોમ્બે ધ્વારા ચલાવામાં આવે છે[૧૯]. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.
મુખ્ય પ્રવેશદ્વાર SVNIT,સુરત
સેપ્ટ યુનીવર્સીટી આર્કિટેક્ચર ક્ષેત્રે સમગ્ર એશિયા માં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી(SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી(DAIICT), પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી(PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય(LDCE) અને નિરમા યુનીવર્સીટી(NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.

પરિવહન

હવાઈ પરિવહન

ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે. .[૨૧]
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, અમદાવાદ
ભાવનગર હવાઇમથક
આંતરરાષ્ટ્રીય હવાઈમથક
ભારતીય હવાઈમથક પ્રાધિકરણ હેઠળના પ્રાદેશિક હવાઈમથક
'ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક '*ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
  • જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
  • નલિયા હવાઈદળ મથક - આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.
રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક
  • મહેસાણા હવાઈમથક - મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
  • માંડવી હવાઈમથક
  • અમરેલી હવાઈમથક - તાલીમ માટેની હવાઈ પટ્ટી
ભવિષ્યના હવાઈમથક

રેલ્વે પરિવહન

ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે.અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાંઅમદાવાદ રેલ્વે સ્ટેશનસુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલસેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.

દરિયાઈ પરિવહન

ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદરમગદલ્લા બંદર, પીપાવાવ બંદર]], પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.

રોડ પરિવહન

અમદાવાદની શહેરી બસ
ઓટોરિક્ષા
સ્થાનિક પરિવહન ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.
  • અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે.
ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે..

સૌથી મોટુ

  • જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ[૨૩]
સરદાર સરોવર ડેમ

ગુજરાતના જોવાલાયક સ્થળો

ધાર્મિક સ્થળો/યાત્રાધામો

નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જોવા મળશે.
  1. સોમનાથ
  2. શામળાજીસાબરકાંઠા જિલ્લો
  3. કનકાઈ-ગીર
  4. પાલીતાણા
  5. પ્રભાસ-પાટણ
  6. ડાકોર
  7. પાવાગઢ
  8. દ્વારકા
  9. અંબાજી
  10. બહુચરાજી
  11. સાળંગપુર
  12. ગઢડા
  13. વડતાલ
  14. નારેશ્વર
  15. ઉત્કંઠેશ્વર
  16. સતાધાર
  17. પરબધામ, તા. ભેસાણ
  18. ચોટીલા
  19. વીરપુર
  20. તુલસીશ્યામ
  21. સપ્તેશ્વર
  22. અક્ષરધામગાંધીનગર
  23. બગદાણા
  24. ગિરનાર
  25. તરણેતર
  26. સંતરામ મંદિરનડીઆદ
  27. કબીરવડ, ભરુચ
  28. માટેલ, તા. મોરબી

પર્યટન સ્થળો

  1. દીવ
  2. તુલસીશ્યામ
  3. દમણ
  4. સાપુતારા

રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો

ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે[૨૮].
એશીયાઇ સિંહ

રાષ્ટ્રિય ઉદ્યાનો

  1. ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
  2. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
  3. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
  4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર

અભયારણ્યો

  1. નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ
  2. બરડા વન્યજીવ અભયારણ્ય, પોરબંદર
  3. ગીર અભયારણ્ય, જુનાગઢ
  4. જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
  5. વેળાવદર કાળિયાર અભયારણ્ય, ભાવનગર
  6. ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, ગાંધીનગર
  7. થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા
  8. જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
  9. રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, દાહોદ
  10. પાણીયા અભયારણ્ય, અમરેલી
  11. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ
  12. ગાગા અભયારણ્ય, જામનગર
  13. ખીજડીયા અભયારણ્ય, જામનગર
  14. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ
  15. કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ
  16. મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, અમરેલી

ઔદ્યોગિક કેન્દ્રો

  1. કચ્છ
  2. અમદાવાદ
  3. અંકલેશ્વર
  4. ભરુચ
  5. દહે
  6. સુરત
  7. રાજકોટ
  8. વડોદરા
  9. વાપી
  10. જામનગર
  11. હજીરા
  12. અલંગ

પુરાતત્વીક સ્થળો

  1. લોથલ
  2. હાથબ
  3. ધોળાવીરા
  4. ઘુમલી

ગુજરાતી વર્તમાનપત્રો

ગુજરાતી સામયિકો

  • સફારી- સામાન્ય જ્ઞાનનુ શ્રેષ્ઠ મેગેઝિન [૧]

બાહ્ય કડીઓ




                                                                               સંદર્ભ:- વિકિપીડિયા  ગુજરાત 

 

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:



No comments:

Post a Comment